વડોદરા ટ્રાફિક પોલીસે દર્દીનાં મૃત્યુ બાદ 70 મિનિટમાં 111

વડોદરા ટ્રાફિક પોલીસે દર્દીનાં મૃત્યુ બાદ 70 મિનિટમાં 111
કિમીનું અંતર કાપીને કિડની અને લીવર અમદાવાદ પહોંચાડયાં 
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 13 : વડોદરા સયાજી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીની કિડની અને લીવર 70 મિનિટમાં 111 કિલોમીટર કાપીને વડોદરા ટ્રાફિક પોલીસે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પહોંચતા કર્યાં હતા. ઓર્ગન લઈને નીકળેલી એમ્બ્યુલન્સને માર્ગમાં કોઈ ટ્રાફિક અડચણરૂપ ન બને તે માટે ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. 
વડોદરાના એસીપી ટ્રાફિક અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, લલિતભાઈ નામના વ્યક્તિને બ્રેઇન હેમરેજ થતાં સયાજી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું. દર્દીનું મૃત્યુ થતાં પરિવારજનોએ તેઓના ઓર્ગન કિડની, લીવર અને સ્વાદાપિંડ દાન કરવાની ઇચ્છા તબીબો સમક્ષ વ્યક્ત કરી હતી. સયાજી હૉસ્પિટલના તબીબોએ સમય ન બગાડતા તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ઓર્ગન અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પહોંચાડવા માટે મદદની માગણી કરી હતી. 
અમિતા વાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સયાજી હૉસ્પિટલમાંથી ફોન આવતા જ એએસઆઈ અરાવિંદભાઈ કેશુરભાઈને તુરંત જ પાયલાટિંગ માટે દુમાડ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને ગ્રીન કોરિડોર દ્વારા દુમાડ ચોકડીથી ડૉક્ટરો સાથે સજ્જ એમ્બ્યુલન્સમાં 
કિડની અને લીવર માત્ર 70 મિનિટમાં 111 કિલોમીટર અંતર કાપીને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પહોંચતા કર્યાં હતાં. લલિતભાઈના દાન કરવામાં આવેલા ઓર્ગનથી દર્દીઓને જીવતદાન મળશે.
Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer