વરસાદ સાથે ઉ. ભારતમાં ઠંડીનું મોજું

વરસાદ સાથે ઉ. ભારતમાં ઠંડીનું મોજું
નવી દિલ્હી,તા. 13 :  સમગ્ર ઉત્તર ભારતમાંવરસાદી માહોલ વચ્ચે કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યું છે. આના કારણે પ્રદૂષણના સ્તરમાં પણ સુધારો થયો છે. પાટનગર દિલ્હી અને એનસીઆર તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદ થતા ઠંડીમાં વધુ વધારો થયો છે. એનસીઆરની સાથે સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઇ છે. ગુરૂવારે મોડી રાત્રે એકાઅક હવામાનમાં પલટો આવ્યો હતો અને દેશના જુદા જુદા ભાગોમાં વરસાદ થયો હતો. જેમાં ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદ થયો હતો. 15મી ડિસેમ્બર સુધી તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ શકે છે. કરા સાથે વરસાદ થયો છે. વરસાદના કારણે આશરે 100 ફલાઇટો પર અસર થઇ છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે.  કેદારનાથ અને બદ્રીનાથમાં પણ ભારે હિમવર્ષા જારી છે.

Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer