ગાર્ડનની દીવાલ તોડી વાડ બનાવાશે

મુંબઈ, તા. 14 : શહેરની ખુલ્લી જગ્યાઓને આકર્ષક બનાવવા ઉપરાંત લોકો સહજતાથી જઈ શકે એ માટે મુંબઈ મહાનગરપાલિકા શહેરભરનાં ગાર્ડન ફરતેની દીવાલના સ્થાને ફેન્સ (વાડ) બનાવશે. આને કારણે લોકોને ગાર્ડન હોવાની જાણ થવાની સાથે ત્યાંથી પસાર થતી વખતે સુખદ અનુભવ થશે. હાલ પ્રાયોગિક ધોરણે અમુક ગાર્ડન ફરતે વાડ બનાવવાનો પ્રસ્તાવ છે.
પાલિકા હાલ એક હજાર જેટલાં રિક્રિએશન ગ્રાઉન્ડ, રમતનાં મેદાનો અને શહેરની ખુલ્લી જગ્યાની જાળવણી કરે છે. આ સ્થળોએ અતિક્રમણ ન થાય એ માટે મોટાભાગનાં ગાર્ડન ફરતે ઊંચી કમ્પાઉન્ડ વૉલ બાંધવામાં આવી છે. પરંતુ દીવાલને કારણે લોકોને જાણ પણ નથી હોતી કે, તેમની બાજુમાં જ ખુલ્લી જગ્યા છે.
થોડાં વરસ અગાઉ પાલિકાના એચ વેસ્ટ વોર્ડ અૉફિસે પટવર્ધન ગાર્ડન બધાં જોઈ શકે એ માટે દીવાલની જગ્યાએ વાડ બનાવી હતી.
ગાર્ડન પાસેના ફેરિયાઓ પણ હટાવી દેવાયા, જેથી લિન્કિંગ રોડથી પણ ગાર્ડન જોઈ શકાય.
આ પ્રકારની વાડ હવે શહેરભરની ખુલ્લી જગ્યા ગાર્ડન ફરતે બાંધવામાં આવશે. ખાસ કરીને મહત્ત્વના રસ્તાઓ અને રેલવે ટ્રેક પાસેનાં ગાર્ડન ફરતે કાંટાળી વાડ બનાવવામાં આવશે. આને કારણે લોકોને જાણ થશે કે ગાર્ડનની દેખભાળ અને જાળવણી યોગ્ય રીતે થાય છે અને આને કારણે લોકો ગાર્ડનની મુલાકાત લેતા થશે. ઉપરાંત જો કોઈ ત્યાંથી ડ્રાઈવ કરીને જતો હશે એને પણ આલ્હાદક અનુભવ થશે. 

Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer