પાવાગઢમાં પંચ મહોત્સવ-''19નો 15 ડિસેમ્બરથી પ્રારંભ

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 14 : પર્યટનનો વિકાસ કરવા, સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની પરંપરાને જીવંત રાખવાના હેતુસર પંચ મહોત્સવ પાવાગઢ-ચાંપાનેર 2019 મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન, પંચમહાલ જિલ્લા દ્વારા આયોજિત આ પ્રોગ્રામ 15મી ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવશે. 
પંચ મહોત્સવ 2019 માં 25થી 29 ડિસેમ્બર દરમિયાન વિશાળ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં જાણીતા સિતારાઓના સ્ટેજ પર્ફોમન્સ યોજાશે, જેમાં કીર્તિદાન ગઢવી સહિતના સિંગર્સ પોતાના પર્ફોર્મન્સથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરશે. 
 ફક્ત એટલું જ નહીં પણ એક ટેન્ટ સિટી પણ ડેવલપ કરવામાં આવશે. ટેન્ટ સિટી પર્યટકો માટે આકર્ષણ સ્થળ બની રહેશે, જેમાં હેરિટેજ વૉક, તિર્થયાત્રા અને વન પગેરું સામેલ છે.
આ ઉપરાંત પ્રાકૃતિક સૌંદર્ય, અજોડ પુરાતત્ત્વીય સ્મારકો, આકર્ષક આદિજાતિ સંસ્કૃતિ અને શાંત આધ્યાત્મિકતા એ બધું જ પંચમહાલમાં એક જ સ્થળ પણ નિહાળવા અને માણવા માટે મળશે.

Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer