રણજી ટ્રૉફી કર્ણાટક સામે સૌરાષ્ટ્રને જીતની તક

રાજકોટ, તા. 13: રેસકોર્સના મેદાન પર રમાઇ રહેલ કર્ણાટક સામેના રણજી ટ્રોફીના મેચમાં સૌરાષ્ટ્રને આઉટ રાઇટ વિજયની તક છે. આ માટે સુકાની જયદેવ ઉનડકટની આગેવાની હેઠળના સૌરાષ્ટ્રના બોલિંગ આક્રમણે આવતીકાલે મેચના ચોથા અને આખરી દિવસે કર્ણાટકની બીજી ઇનિંગનો જલ્દીથી સંકેલો કરવો પડશે. ચેતેશ્વર પુજારાની બેવડી સદી અને શેલ્ડન જેકશનની દોઢી સદીની મદદથી સૌરાષ્ટ્રે તેનો પહેલો દાવ 7 વિકેટે 581 રને ડીકર્લેડ કર્યો હતો. જવાબમાં આજે મેચના ત્રીજા દિવસે કર્ણાટકની ટીમનો તેના પહેલા દાવમાં 171 રનમાં ધબડકો થયો હતો. ઓપનર આર. સમર્થે 63 અને પૂછડીયા પી. દુબેએ અણનમ 46 રન કર્યા હતા. સૌરાષ્ટ્રને 410 રનની મોટી સરસાઇ મળી હતી. આથી કર્ણાટકને ફોલોઓન કર્યુ હતું. સૌરાષ્ટ્ર તરફથી સુકાની ઉનડકટે 49 રનમાં 5 અને સ્પીનર કમલેશ મકવાણાએ 27 રનમાં 3 વિકેટ લીધી હતી. ત્રીજા દિવસના અંતે કર્ણાટકે બીજા દાવમાં વિના વિકેટે 30 રન કર્યા હતા. આથી તે હજુ સૌરાષ્ટ્રથી 380 રન પાછળ છે. મેચને ડ્રો કરવા માટે કર્ણાટકે સંઘર્ષ કરવો પડશે. જયારે સૌરાષ્ટ્ર જીત માટે કર્ણાટકની ટીમને ઓલઆઉટ કરવી પડશે.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer