નાયડુ ટ્રૉફીમાં હિમાચલ સામે સૌરાષ્ટ્રનો 169માં ધબડકો

રાજકોટ, તા. 13: સી. કે. નાયડુ ટ્રોફીનો મેચ આજથી અહીંના રેલવેના મેદાન પર સૌરાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ વચ્ચે શરૂ થયો છે. મેચના પહેલા દિવસે જ બંને ટીમની મળીને 13 વિકેટ પડી હતી. સૌરાષ્ટ્રની ટીમ 50.2 ઓવરમાં 169 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં જય ગોહિલના 92 દડામાં 70 રન મુખ્ય હતા. હિમાચલ પ્રદેશ તરફથી જામવાલે 6 અને રાઘવ બાલીએ 4 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસના અંતે હિમાચલ પ્રદેશે 43 ઓવરમાં 3 વિકેટે 111 રન કર્યા હતા. આ ત્રણેય વિકેટ પાર્થ ભૂતે લીધી હતી.
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer