ચેસના વિશ્વ ચૅમ્પિયન વિશ્વનાથ આનંદને લાઇફટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ એનાયત

ચેસના વિશ્વ ચૅમ્પિયન વિશ્વનાથ આનંદને લાઇફટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ એનાયત
મુંબઈ, તા. 13 : એમ. આર. મોરારકા ફાઉન્ડેશનના ચૅરમૅન અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર મુંબઈના ચૅરમૅન કમલ મોરારકાએ 
આ બે સંસ્થાઓ વતીથી ગ્રાંડ માસ્ટર અને વિશ્વ ચેસ ચૅમ્પિયન વિશ્વનાથ આનંદને લાઇફટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ એનાયત કર્યો હતો.
આ એવૉર્ડ અર્પણ કરતાં મોરારકાએ જણાવ્યું હતું કે, વિશ્વનાથ આનંદને અર્જુન એવૉર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવૉર્ડ, પદ્મભૂષણ જેવા અનેક એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તે છ વખત ચેસમાં વિશ્વ ચૅમ્પિયન રહી ચૂક્યો છે તેણે અમારો આ એવૉર્ડ સ્વીકાર્યો તે બદલ અમે તેના ઋણી છીએ. `આનંદ એક નમ્ર વ્યક્તિત્વ ધરાવે છે અને ચેસમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે. હું આશા રાખું છું કે ભવિષ્યમાં તે આવી અનેક સિદ્ધિઓ મેળવશે' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે અૉલ ઇન્ડિયા ઍસોસિયેશન અૉફ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર મુંબઈના વાઇસ ચૅરમૅન વિજય કલંત્રી પર હાજર રહ્યા હતા.
Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer