નડાલ સામે જોકોવિચની જીત એટીપી કપમાં સર્બિયા ચૅમ્પિયન

નડાલ સામે જોકોવિચની જીત એટીપી કપમાં સર્બિયા ચૅમ્પિયન
સિડની, તા.13: નોવાક જોકોવિચે તેના પરંપરાગત હરીફ રાફેલ નડાલને એટીપી કપના ફાઇનલમાં હાર આપીને સર્બિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વિશ્વ નંબર બે સર્બિયાના નોવાક જોકોવિચે આ ટૂર્નામેન્ટના ફાઇનલમાં નંબર વન સ્પેનના રાફેલ નડાલ સામે 6-2 અને 7-6થી શાનદાર જીત મેળવી હતી. પહેલા સિંગલ્સ મેચમાં સર્બિયન ખેલાડી ડુસાન લોજોવિચ સ્પેનના ખેલાડી રોબર્ટો બાતિસ્તા સામે પ-7 અને 1-6થી હારી ગયો હતો, પણ જોકોવિચે નડાલને હાર આપીને સર્બિયાની વાપસી કરાવી હતી. બાદમાં ડબલ્સમાં જોકોવિચ અને વિકટર ટ્રોઇસ્કિની જોડીએ સ્પેનની જોડી લોપેઝ તથા પાબ્લો બુસ્ટાને 6-3 અને 6-3થી હાર આપી હતી. આથી સર્બિયા એટીપી કપના ફાઇનલમાં સ્પેનને 2-1થી હાર આપીને ચેમ્પિયન થયું હતું.
Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer