નસલી વાડિયાએ રતન તાતા સામેનો બદનક્ષીનો દાવો પાછો ખેંચ્યો

નવી દિલ્લી, તા. 13 : વાડિયા ગ્રુપના ચૅરમૅન નસલી વાડિયાએ રતન તાતા સામેનો બદનક્ષીનો દાવો પાછો ખેંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં રતન તાતાએ સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ વાડિયાને બદનામ કરવાનો નહોતો. આ સ્પષ્ટતા બાદ વાડિયાએ દાવો પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.
ડિસેમ્બર 2016માં રૂા. 3000 કરોડનો બદનક્ષીનો દાવો વાડિયાએ તાતા વિરુદ્ધ કર્યો હતો. વાડિયાએ તાતા સન્સમાંથી સાયરસ મિત્રીને બરતરફ કરવાની ઘટના બાદ મિત્રીને ટેકો આપ્યો હતો. દાવામાં વાડિયાએ બોર્ડ સભ્યો - અજય પિરામલ, રાનેન્દ્ર સેન, વિજય સિંઘ, વેણુ શ્રીનિવાસન, રાલ્ફ સ્પેથ અને એફએન સુબેદાર ઉપરાંત તાતા સન્સના ચૅરમૅન અને ચંદ્રશેખરનનો પણ દાવામાં ઉલ્લેખ કર્યો હતો. વાડિયાએ કહ્યું કે દાવામાં જેનાં નામ લીધાં છે તેમણે બદનામ કરવાના હેતુથી કાવતરું ઘડયું હતું.
અગાઉ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શરદ બોબડેએ કહ્યું હતું કે, તાતા અને વાડિયા પ્રતિષ્ઠિત અગ્રણીઓ છે. તેથી તેમણે `પરિપક્વ વ્યક્તિ' તરીકે પોતે જ સમજદારીથી આ મુદ્દાનો નિવેડો લાવવો જોઇએ.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer