બિનલોહ ધાતુની તેજીમાં અવરોધ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : ઇરાન-અમેરિકા વચ્ચેના સંભવિત કામચલાઉ યુદ્ધ વિરામથી વૈશ્વિક બિનલોહ ધાતુ બજારનો મોટો આંચકો શમ્યો છે. અગાઉના અઠવાડિયે ઘટેલા ભાવને ચાલુ સપ્તાહે થોડો ટેકો મળવાનાં એંધાણ છે. આમ છતાં, અમેરિકાએ પુન : ઇરાન પર વધુ પ્રતિબંધ લાદવાની ચીમકી ઉચ્ચારવાથી કોમોડિટીની તેજી થોડી રૂંધાઈ હોવાનું જણાય છે. આજે એલએમઈમાં વૈશ્વિક બજારમાં તાંબા-નિકલ સિવાયની તમામ ધાતુના ભાવમાં થોડો ઘસારો હતો. તાંબાનો ભાવ ટન દીઠ 30 ડૉલર સુધારે 6205 ડૉલર રહ્યો હતો. ટીનનો ભાવ 17,280 ડૉલરે સ્થિર હતો. નીકલ 160 ડૉલર સુધરીને 14,297 ડૉલરે મજબૂત હતું. એલ્યુમિનિયમનો ભાવ 1797 ડૉલરે નરમ હતો. જસત 10 ડૉલર ઘટાડે 2351 ડૉલર અને સીસાનો ભાવ 27 ડૉલર ઘટીને 1907 ડૉલરે નરમ હતો.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer