અમેરિકા-ચીન વેપાર સંધિ પૂર્વે સોનું નરમ

અમેરિકા-ચીન વેપાર સંધિ પૂર્વે સોનું નરમ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ.તા.13 : વોશિંગ્ટન અને બીજીંગ દ્વારા વચગાળાની વેપારસંધિ ઉપર બુધવારે સહી થવાની છે એ પૂર્વે રોકાણકારોએ જોખમી એસેટ તરફ ઝૂકાવતા સોનામાં ખૂલતાં સપ્તાહે નરમાઇ આવી હતી. ન્યૂયોર્કમાં 1550 ડોલર પ્રતિ ઔંસના મથાળે સોનું રનીંગ હતુ. બીજી તરફ એશિયન શેરબજારોમાં તેજીનો માહોલ બરકરાર રહ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી પછી સોનું વધીને 1600 ડોલર થયું હતુ. જોકે અઠવાડિયામાં કોઇ મોટી ઘટના ન બનતા જોખમ સામે સોનાનું પ્રિમીયમ ઘટી ગયું છે. ફરીથી વેપારયુધ્ધ કેન્દ્ર સ્થાને છે તેમ અભ્યાસુઓ કહે છે, રવીવારે અમેરિકાના ટ્રેઝરી સચિવે કહ્યું હતુ કે, પ્રથમ તબક્કાની વેપાર સંધિના ડ્રાફ્ટમાં કોઇ ફેરફાર કરાયો નથી. તે ટ્રાન્સલેશનનાં તબક્કામાં છે અને ચાલુ અઠવાડિયામાં તેની જાહેરાત કરીશું. નિવેદન પરથી સ્થિતિ સારી હોવાનું દેખાય રહ્યું છે.
ડોલરના મૂલ્યમાં સોમવારે સુધારો જારી રહ્યો હતો. પરિણામે સોનું ઇન્ટ્રા ડેમાં 1546 ડોલર સુધી નરમ પડયું હતુ. ઇરાન ઉપર અમેરિકાએ કેટલાક પ્રતિબંધો મૂકી દીધાં છે. કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છેકે હવે ન્યૂક્લિયર બોમ્બ વાપરવાની વાત આવી કે આતંકવાદ ફેલાવવામાં આવશે તો પ્રતિબંધો વધુ આકરાં હશે.
રાજકોટમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 150 ઘટી રૂા. 40,600, મુંબઇમાં રૂા. 39,760ના મથાળે સ્થિર હતુ. ચાંદી ન્યૂયોર્કમાં 17.93 ડૉલર હતી. રાજકોટમાં રૂા. 200 વધતા કિલોએ રૂા. 46,700, મુંબઇમાં રૂા. 85 વધીને રૂા. 46,265 હતી.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer