કૅમ્પસમાં પોલીસના બળપ્રયોગ સામે જામિયાના છાત્રોનું પ્રદર્શન

દિલ્હી પોલીસ ઉપર એફઆઈઆર ન નોંધાય ત્યાં સુધી પરીક્ષાનો બહિષ્કાર : કુલપતિના આશ્વાસનો દરકિનાર
નવી દિલ્હી, તા. 13 : જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીના છાત્રો દિલ્હી પોલીસ સામે એફઆઈઆર દાખલ ન થાય ત્યાં સુધી પરિક્ષામાં ન બેસવાનું એલાન કર્યું છે. છાત્રોએ યૂનિ.ના કુલપતિ નજમા અખ્તરના આશ્વાસનોને દરકિનાર કરતા આંદોલન જારી રાખવાનો નિર્ણય કર્યો છે.  કુલપતિએ કહ્યું હતું કે, 15 ડિસેમ્બરના રોજ પોલીસ મંજૂરી વિના યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી હતી. 
કુલપતિ નજમા અખ્તરે પ્રદર્શન કરી રહેલા છાત્રો વચ્ચે જઈને આશ્વાસન આપ્યું હતું કે દિલ્હી પોલીસ સામે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા મંગળવારથી શરૂ કરી દેવામાં આવશે. જો કે છાત્રોએ આશ્વાસનને માન્ય રાખ્યું નહોતું અને વીસીને હોસ્ટેલ ખાલી કરવાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં કુલપતિએ કહ્યું હતું કે, તેઓએ હોસ્ટેલ ખાલી કરવાને લઈને કોઈપણ આદેશ જારી કર્યો નથી. આ દરિયાન છાત્રો તરફથી પ્રદર્શન જારી રહેવાના સ્પષ્ટ સંકેત અને એફઆઈઆર ન નોંધાય ત્યાં સુધી પરિક્ષાના બહિષ્કારને પગલે કુલપતિ અખ્તર દ્વારા પરીક્ષાની તારીખોમાં ફેરફારની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer