ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઇન્સ નજીક પતંગ ઉડાવવાનું ટાળવું

અદાણી ઇલેક્ટ્રિક કંપની
મુંબઈ, તા. 13 : શહેરના 30 લાખ વીજ ગ્રાહકો અને નાગરિકોને મકરસંક્રાંતિના તહેવારની શુભેચ્છા સાથે અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ. (એએમએલ)એ પતંગ ઉડાવનારાઓને હાઈ ટેન્શન ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઇન્સ નજીક પતંગ ન ઉડાવવાની અને તેની નજીક જવાનું ટાળવા માટે ચેતવણી આપી છે.
એઈએમએલે સુરક્ષાની દૃષ્ટિથી આ સલાહ આપી છે. કારણ કે ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઇન્સ નજીક પતંગ ઉડાવવાનું જોખમી સાબિત થઈ શકે અને માલમતાને હાનિ પહોંચાડવા સાથે જો પાવરગ્રીડને હાનિ પહોંચે તો શહેરમાં અંધારપટ છવાઈ જવાનો પણ ડર છે.
માજો જો ઓવરહેડ લાઇવ વાયરોને સ્પર્શે અથવા આર્ચિંગ ઝોનમાં પ્રવેશ કરે તો પણ 2,20,000 વૉલ્ટ્સનો અત્યંત હાઈ વૉલ્ટેજ પાવર પણ ટ્રાન્સમિટ કરી શકે છે.
સુરક્ષાની સાવચેતીઓ વિશે બોલતાં એઈએમએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેનાથી શોર્ટ સર્કિટ સર્જાઈને વીજ પુરવઠામાં અવરોધ પેદા થવા સાથે ગંભીર ઇજા થઈ શકે. જીવલેણ સાબિત થઈ શકે અથવા ટ્રાન્સમિશન લાઇન્સમાં મોટો બગાડ થઈને ગ્રીડ નિષ્ફળ જઈ શકે છે.
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer