આઈએસઆઈના હેન્ડલરનું લોનવુલ્ફ ઍટેકનું કાવતરું

અમદાવાદ, તા. 13: દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક શખસનું એન્કાઉન્ટર કરીને ત્રણ સંદિગ્ધ આતંકીને ઝડપી લીધા હતાં. જ્યારે એક તામીલી શખસને વડોદરામાંથી ઝડપી લેવાયો હતો. આ ચારેયની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ ચારેય તામીલ ભાષા બોલતા હોવાથી પૂછપરછમાં મુશ્કેલી ઉભી થઇ હતી. બાદમાં ટ્રાન્સલેટરની મદદ લઇને પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં બે આતંકી તા. 26મી જાન્યુઆરી પહેલા ગુજરાત અને દિલ્હીમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યાનું ખુલ્યું હતું. પાકિસ્તાનની આઇએસઆઇ એજન્સી ઇચ્છે કે, ભારતના જ રહેવાસી કેટલાક રેડીકલાઇઝ યુવકો આતંકવાદી ઘટનાને અંજામ આપે તો બધો આરોપ આઇએસઆઇએસ પર લાગશે. સ્પેશ્યલ સેલના એસપી લલીત મોહન નેગીએ ચારેયની પૂછપરછ કરી તેમાં એવું જાણવા મળ્યું કે, વિદેશમાં બેઠેલ હેન્ડલર કોઇ બીજા નહી પણ પાકિસ્તાનમાં આતંકી સંગઠ્ઠન આઇએસઆઈનો એક અધિકારી છે. તેણે ભારતમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચ્યુ છે.
આ વિગતોના આધારે સુરક્ષા એજન્સીએ ફરાર બે આતંકવાદી 26મીએ જાન્યુઆરી પહેલા લોન વુલ્ફ એટેક કરે તે પહેલા ઝડપી લેવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. આ છ આતંકવાદીના કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના ટ્રેન્ડને જોઇ પોલીસને લાગે છે કે, આ લોકો ફકત હિન્દુ નેતા અને પોલીસના કોઇ અધિકારીઓ પર ગોળી ચલાવ્યા બાદ સ્ટેબ ઇન્જરી કરી  શકે છે. આ તમામ માહિતીના પગલે ગુજરાત અને દિલ્હી હાઇએલેર્ટ પર છે ત્યારે ધાર્મિક સ્થળો, ભીડવાળી જગ્યા, રેલવે અને બસ સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
લોનવુલ્ફ એટેક કરવાની સૂચના અપાય છે
આતંકી સંગઠ્ઠન આઇએસઆઇએસ સાથે સંપર્ક કરનાર ઇસમને પ્રથમ લોન વુલ્ફ એટેક કરીને કામગીરી દેખાડવાની સૂચના અપાય છે. બાદમાં તેને આઇએસઆઇએસ સાથે જોડવામાં આવે છે.
અન્ય બે કોણ ?
વડોદરાના ગોરવા વિસ્તારના મધુવનનગરમાં રહેતાં સિલાઇકામના ઓઠા હેઠળ વડોદરા, ભરૂચમાં નેટવર્ક ઉભું કરવા આવેલા તામીલનાડુના ઝફરઅલી સાથે મુબારક સહિતના બે શખસ હતાં. આ બે શખસ કોણ હતાં? તે કયાં ગયા? તેના સહિતની તપાસ ચાલી રહી છે.
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer