વિદ્યાર્થીઓનો CAAના સમર્થન માટે ઉપયોગ કરવા બદલ બે શાળાને નોટિસ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : માટુંગાની દયાનંદ શાળામાં વિદ્યાર્થીઓને નાગરિકત્વ ધારામાં સુધારાના સમર્થનમાં પોસ્ટકાર્ડ લખવાનું કહેવાની ઘટનાને પગલે મહારાષ્ટ્રના શિક્ષણ ખાતાએ આપેલી નોટિસના પ્રત્યાઘાત પડયા છે. ભાજપે તેની ટીકા કરતાં જણાવ્યું છે કે આ મુદ્દે રાજકારણ રમવામાં આવી રહ્યું છે. ભાજપ તરફથી આવતી કાલે આ બાબતે શિક્ષણ ખાતા વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર નોંધાવવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના મુંબઈ એકમના શિક્ષણ ઉપનિરીક્ષક ડી. એમ. પોખરણકરે માટુંગા (પૂર્વ)માં આવેલી શ્રી દયાનંદ બાલક વિદ્યાલય અને શ્રી દયાનંદ બાલિકા વિદ્યાલયના હેડમાસ્ટરોને નાગરિકત્વ ધારામાં સુધારાના સમર્થન માટે યોજાયેલી બેઠક અંગે ખુલાસો કરવાની સૂચના આપી છે. આ શાળામાં વિદ્યાર્થીઓનો ઉપયોગ રાજકીય વિચારધારા ફેલાવવા માટે થવો ન જોઈએ, એમ શિક્ષણ ખાતાએ કહ્યું છે.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer