ગુજરાત રાજ્યસભાના જંગમાં આ વખતે ચાર બેઠકોમાંથી

બે બેઠકો પર કૉંગ્રેસનો કબજો હશે ! 
અમરા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 13 : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપ, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આ વર્ષે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. હાલની સ્થિતિએ કૉંગ્રેસને 1 બેઠકનો ફાયદો થઇ શકે છે, જેથી કૉંગ્રેસ પાસે 2 બેઠક રહે તેવી શક્યતાઓ છે.
આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો, જેમાં ભાજપના સાંસદ ચુની ગોહેલ, કૉંગ્રેસ સાંસદ મધુસૂદન મિત્રી, ભાજપ સાંસદ લાલસિંહ વડોદિયા અને શંભુપ્રસાદ ટુંડિયાનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે. આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કૉંગ્રેસનો છે. જો એકસાથે આ ચાર બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કૉંગ્રેસને એક બેઠકનો ફાયદો થઇ શકે છે તેથી કૉંગ્રેસ પાસે બે બેઠક રહે તેવી શક્યાતાઓ વર્તાઇ રહી છે. 
લોકસભાની 26 બેઠકોમાંથી કૉંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઇ શકે તેમ છે. હાલ વિધાનસભામાં સંખ્યાબળ જોતાં કૉંગ્રેસ પાસે 72 સભ્યો છે જ્યારે ભાજપના 103 સભ્યો છે. જેના આધારે કૉંગ્રેસને બે બેઠકો મળી શકે છે, એટલે કે ભાજપે ત્રણમાંથી એક બેઠક ગુમાવવી પડે તેમ છે. 
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કૉંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કૉંગ્રેસમાંથી મધુસૂદન મિત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે. કૉંગ્રેસમાંથી સૌથી વધુવાર જીતવાનો રેકોર્ડ અહેમદ પટેલના નામે છે. અહમદ પટેલ કુલ પાંચ વાર રાજ્યસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. 
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer