મહાપાલિકા વાડિયા હૉસ્પિટલને આખરે 20 કરોડ રૂપિયા આપશે

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ સોમવારે એવી માગણી કરી હતી કે સંકટગ્રસ્ત વાડિયા હૉસ્પિટલને રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાએ ફંડ પૂરું પાડવું જોઈએ. જોકે, મોડી રાત્રે મહાનગરપાલિકાએ વાડિયા હૉસ્પિટલને રૂા. 20 કરોડ આપવાની જાહેરાત કરી હતી.
પરેલસ્થિત બાળકોની બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલ અને નવરોઝજી વાડિયા મેટરનિટી હૉસ્પિટલના વ્યવસ્થાપકોએ આર્થિક કટોકટીને કારણે દર્દીઓને રજા આપવાનું શરૂ ર્ક્યું છે. આ બન્ને હૉસ્પિટલમાં 800 બેડ છે.
હૉસ્પિટલની બહાર મનસેએ સોમવારે ધરણાં કર્યાં હતાં અને હૉસ્પિટલો ચાલુ રહે એ માટે પાલિકા અને રાજ્ય સરકારે ફંડ પૂરું પાડવું જોઈએ એવી માગણી કરી હતી. આ ધરણાંનું નેતૃત્વ મનસેના ચીફ રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરેએ ર્ક્યું હતું. આર્થિક સંકટને કારણે કર્મચારીઓને પગાર પણ ચૂકવાયો નથી.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer