જેએનયુ હાઇ કોર્ટે દિલ્હી સરકાર, પોલીસ

વૉટસઍપ, ગૂગલ, એપલને ફૂટેજ સાચવવા કહ્યું
નવી દિલ્હી, તા.13 : દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસની સાથે રાજ્ય સરકાર, વોટ્સએપ, ગૂગલ અને એપલને પાંચમી જાન્યુઆરીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં થયેલી હિંસાથી સંબંધિત ડેટા અને સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા અંગે જવાબ માગ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આગળની તપાસ માટે  આ જાણકારી જરૂરી છે. દરમ્યાન હિંસા સંદર્ભે જે નવ લોકોની તસવીર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જારી કરવામાં આવી હતી તેમની પૂછતાછ માટે પોલીસની ટીમ આજે જેએનયુ પરિસર આવી હતી.
દિલ્હી હાઈકોર્ટે આજે જેએનયુના ત્રણ પ્રાધ્યાપકની અરજી પર સુનાવણી હાથ ધરતાં આ જવાબ માગ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે હિંસાથી સંબંધિત જાણકારી ભવિષ્ય માટે જરૂરી છે અને તેને સુરક્ષિત રાખવી જોઈએ.
દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આ વિષયે જેએનયુ વહીવટી તંત્ર સાથે વાત કરવામાં આવી હતી અને તેમને સીસીટીવી ફૂટેજ બચાવવા અને પોલીસને સોંપી દેવા કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ બૃજેશે મામલાને સૂચિબદ્ધ કર્યો હતો. આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. દિલ્હી સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ રાહુલ મેહરાએ કોર્ટને જણાવ્યું હતું કે પોલીસને હજુ સુધી વિશ્વવિદ્યાલય તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. તેમણે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે પોલીસે વોટસએપને પણ બે ગ્રૂપનો ડેટા સાચવી રાખવા કહ્યંy છે જેમાં `યુનિટી અગેઈન્સ્ટ લેફ્ટ' અને `ફ્રેન્ડ્સ ઓફ આરએસએસ'નો સમાવેશ થાય છે.
બીજીતરફ, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે જેએનયુ હિંસા સંદર્ભે જારી કરેલી નવ લોકોની તસવીરો બાદ તેમની પૂછતાછ માટે પોલીસ ટીમ આજે જેએનયુ પહોંચી હતી. પોલીસે સવાલોની એક સૂચિ બનાવી હતી જેના જવાબ આરોપી છાત્રો પાસેથી મેળવવામાં આવશે.
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer