અમિત શાહ ગુજરાતની મુલાકાતે

અમદાવાદ, તા. 13 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી બે દિવસ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્રણ દિવસમાં બીજીવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે અમિત શાહ પતંગ ચગાવીને ઉત્તરાયણનો પર્વ મનાવશે. દર વર્ષે અમિત શાહ પોતાના કાર્યકરો વચ્ચે જઇને ઉત્તરાયણ મનાવતા હોય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ આ તેમની પહેલી ઉત્તરાયણ છે અને આ વખતે પણ તેઓ કાર્યકરોની વચ્ચે ઉત્તરાયણ મનાવશે.  આવતી કાલે બપોર બાદ તેઓ આનંદનગર વિસ્તારમાં કનકકલા ફ્લેટ પર પતંગ ચગાવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે ધારાસભ્ય કિશોર ચૌહાણ અને પ્રદેશ આગેવાનો પણ હાજર રહેશે. 

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer