બિહારમાં એનઆરસીના અમલનો સવાલ જ નથી નીતિશકુમાર

બિહારમાં એનઆરસીના અમલનો સવાલ જ નથી નીતિશકુમાર
નવી દિલ્હી, તા. 13: વિખવાદી નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અમલી બનાવવા અંગે પોતાની વલણ દોહરાવતાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આજે ફરી એક વાર જણાવ્યું હતું કે રાજ્યમાં એનઆરસીના અમલીકરણનો સવાલ જ નથી. તેના વિશે ડિબેટ થવા બાબતે બિહાર ખૂલ્લુ મન ધરાવે છે.
વિધાનસભામાં બોલતાં નીતિશકુમારે જણાવ્યું હતું કે માત્ર આસામના સંદર્ભે જ તે ચર્ચામાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ય આ વિશે સ્પષ્ટતા કરી છે. સીએએ વિશેની કોઈપણ વાતચીત અલગપણે થવી જોઈએ, એનઆરસી જોડે નહીં. નોંધનીય બાબત એ છે કે એનડીએ છાવણીમાંથી નીતિશકુમાર પ્રથમ એવા સીએમ છે જેમણે તેમના રાજ્યમાં એનઆરસીના અમલીકરણના ચાન્સ બાબતે જાહેરમાં અળગાપણું બતાવ્યું છે. પ્રજાને તેમણે એ વાતની ખાતરી આપી હતી કે લઘુમતી સમુદાયના એક પણ સભ્ય સાથે તેમના શાસનમાં ગેરવર્તાવ નહીઁ થાય.
અત્યાર સુધી પ.બંગાળ, ઓડિશા, અંાધ્ર પ્રદેશ અને કેરળ જેવા રાજ્યો સીએએ અને એનઆરસીના અમલીકરણની વિરુદ્ધ હોવાનું જણાવી ચૂકયા છે. તા.12 જાન્યુ.એ જદ (યુ)ના ઉપપ્રમુખ પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે સીએએ અને એનઆરસી તેમના રાજ્યમાં અમલી નહીં થાય. શુક્રવારે સરકારે સીએએ તત્કાળ અસરથી અમલી બનતું હોવાનું ઘોષિત કરતું ગેઝેટ જાહેરનામું જારી કર્યુ હતું. કોગ્રેસે અને અન્ય પક્ષેાએ સીએએ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યા છે.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer