મુશર્રફને ફાંસીનો આદેશ રદ

મુશર્રફને ફાંસીનો આદેશ રદ
લાહોર, તા.13: ગત વર્ષે રાજદ્રોહનાં અપરાધમાં પાક.નાં પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને દોષિત જાહેર કરતાં વિશેષ અદાલતનાં ચુકાદાને ગેરબંધારણીય ગણાવતાં આજે લાહોરની અદાલતે તેમને આપવામાં આવેલી ફાંસીની સજા રદ કરી નાખી હતી.
મુશર્રફ અત્યારે દુબઈમાં દેશનિકાલ ભોગવી રહ્યા છે અને તેમણે પોતાને ફાંસી ફરમાવતા આદેશને બદલાની ભાવનાથી આપવામાં આવેલો આદેશ ગણાવ્યો હતો. પાકિસ્તાન ભલે લોકશાહી દેશ ગણાતો હોય પણ તેનાં પ્રશાસન ઉપર સેનાનો ઘેરો પ્રભાવે છે અને મુશર્રફને ફાંસીનાં આદેશથી સેના પણ ભારે નારાજ થઈ હતી. જેને પગલે પાકિસ્તાનમાં મોટો વિવાદ પણ સર્જાઈ ગયો હતો. જો કે હવે લાહોરની હાઈકોર્ટે દ્વારા ફાંસીનો આ આદેશ નિષ્પ્રભાવ કરી દેવામાં આવ્યો છે.

Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer