ગુજરાતમાં 26 જાન્યુઆરી પહેલાં લોનવુલ્ફ ઍટેકનો ખતરો

ગુજરાતમાં 26 જાન્યુઆરી પહેલાં લોનવુલ્ફ ઍટેકનો ખતરો
વડોદરામાં પકડાયેલા સંદિગ્ધ આતંકી સહિતની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ: આઇએસઆઇના હેન્ડલરે કાવતરું ઘડયું છે: તંત્ર ઍલર્ટ
અમદાવાદ, તા. 13: ગુજરાતમાં પ્રજાસતાક દિવસ 26મી જાન્યુઆરી પહેલા લોનવુલ્ફ એટેકનો ખતરો હોવાનું બહાર આવ્યું છે. વડોદરા અને દિલ્હીમાંથી પકડાયેલા આઇએસઆઇએસના ચાર સંદિગ્ધ આતંકીની પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયો છે તેના પગલે તમામ સુરક્ષા એજન્સીને હાઇ એલર્ટ અપાયું છે. આ આતંકી હુમલા પાછળ વિદેશમાં બેઠેલા પાકિસ્તાનની કુખ્યાત એજન્સી આઇએસઆઇના હેન્ડલરનો હાથ હોવાનું પણ બહાર આવ્યું છે.
તામીલનાડુમાંથી ગુનાઇત ઇતિહાસ ધરાવતાં અને આતંકી સંગઠ્ઠન આઇએસઆઇએસથી પ્રભાવિત છ શખસ ફરાર થઇ ગયા હતાં. આ શખસો કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હોવાની વિગતોના આધારે સુરક્ષા એજન્સીએ તપાસ શરૂ કરી હતી. 
Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer