ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઊછળીને 7.35 ટકા થયો

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઊછળીને 7.35 ટકા થયો
ખાદ્યપદાર્થોના ભાવો વધતાં
નવી દિલ્હી, તા. 13 (પીટીઆઈ) : ખાદ્યપદાર્થોના ઊંચા ભાવના કારણે ગત ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો (સીપીઆઈ) ઊછળીને 7.35 ટકા થયો હતો.
રિટેલ ફુગાવા આધારિત કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) ડિસેમ્બર 2018માં 2.11 ટકા અને નવેમ્બર 2019માં 5.54 ટકા હતો.
આજે પ્રસિદ્ધ થયેલા સરકારી આંકડા મુજબ, ડિસેમ્બરમાં ખાદ્યપદાર્થોમાં ફુગાવો વધીને 14.12 ટકા થયો હતો, જે વર્ષ 2018ના ડિસેમ્બરમાં (-)2.65 ટકા અને નવેમ્બર 2019માં 10.01 ટકા હતો. 
કેન્દ્ર સરકારે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ને ફુગાવો 4 ટકાની રેન્જમાં રાખવાનું ફરજિયાત કર્યું છે, જેમાં બે ટકાના પ્લસ અને માઈનસ માર્જિનનો સમાવેશ છે.

Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer