બીએસઈ બુધવારથી ક્રોસ માર્જિનિંગ સુવિધા દાખલ કરશે

મુંબઈ, તા. 14 : અગ્રણી શૅરબજાર બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ (બીએસઈ) બુધવારથી કરેકટેડ ઇક્વિટી ઇન્ડાઈસિસમાં પોઝીશન અૉફસેટ કરવા માટે ક્રોસ માર્જિનિંગ સુવિધાને દાખલ કરશે. આ એક એવું પગલું છે કે જે શૅરબજારમાં પ્રવાહિતતામાં તથા સોદાઓના પ્રમાણમાં વધારો કરશે.
ક્રોસ માર્જિનિંગ પોઝીશન અૉફસેટ કરવા માટે માર્જિન મેન્ટેનન્સની જરૂરિયાતને પૂરી કરવા ટ્રેર્ડ્સને એક ખાતાના વધારાના માર્જિનને બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા સક્ષમ બનાવશે.
ક્લિયરિંગ કૉર્પોરેશન આ માર્જિન લાભ પોઝીશન પર આપે છે, જે ઉચ્ચ માત્રામાં સહસંબંધ અથવા અવલંબન દર્શાવે છે. બીએસઈએ એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે આ સુવિધા 15 જાન્યુઆરી 2020ના બુધવારથી અમલી બનશે તેના હરીફ શૅરબજાર એનએસઈએ શુક્રવારથી જ આ સુવિધાને લોન્ચ કરી દીધી છે.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer