ડૉનની પૌત્રીનો કબજો દાદીને અપાયો

મુંબઈ, તા. 14 : ક્રાઈમ બ્રાન્ચે ડોન એજાઝ લાકડાવાળાની પૌત્રીનો કબજો સોમવારે એની દાદીને સોંપ્યો હતો. એજાઝની દીકરી શિફા ઉર્ફે સોનિયાની ગયા મહિને મુંબઈ ઍરપોર્ટ પર નકલી પાસપોર્ટ મામલે ધરપકડ કરાઈ હતી. પાછળથી એના વિરુદ્ધ ખંડણીનો પણ કેસો નોંધાયો હતો. સોનિયાની એક વરસની પુત્રી છે. સોનિયાની સાસુએ કોર્ટમાં અરજી કરી પૌત્રીનો કબજો લીધો હતો.  

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer