આર્થર રોડ જેલમાં એજાઝ લાકડાવાલાનો જીવ જોખમમાં

મુંબઈ, તા. 14 : ગયા બુધવારે પટનાથી જેની ધરપકડ કરવામાં આવી હતી એ ગૅંગસ્ટર એજાઝ લાકડાવાલા (50)ને મુંબઈ જેલમાં ન રાખવાની વિનંતી કરતો પત્ર આર્થર રોડ જેલ પ્રશાસને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ અને મુંબઈ પોલીસને લખ્યો છે. જેલ પ્રશાસનનું કહેવું છે કે આર્થર રોડ જેલમાં દાઉદ અને છોડા રાજનના સભ્યોને પણ રખાયા હોવાથી તેઓ એજાઝ પર હુમલો કરે એવી શક્યતા છે.
મુંબઈ પોલીસે પટનાથી પકડેલા એજાઝને 21 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. 
આર્થર રોડના જેલર નીતિન વાયચાલે કોર્ટને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હરીફ ગૅંગ દ્વારા એજાઝ પર હુમલો થઈ શકે છે અને એને કારણે જેલમાં કાયદો અને વ્યવસ્થા કથળી શકે છે. એજાઝ લાકડાવાલા મૂળમાં દાઉદ ગૅંગનો સભ્ય હતો, પણ પાછળથી એણે છોટા રાજન સાથે હાથ મિલાવ્યા હતા.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer