શૅરબજારમાં સાંકડી વધઘટ

મુંબઈ, તા. 14 : શૅરબજારે ગઈકાલના મજબૂત પ્રવાહ બાદ આજે સવારે બેતરફી વધઘટ દાખવી હતી, જેમાં કે બંને બેન્ચમાર્ક એકબીજાની વિરુદ્ધ દિશામાં રહ્યા હતા. એશિયન બજારો આજે સવારે મિશ્ર ટોને હતા તો ડૉલર સામે આજે રૂપિયો સુધારાતરફી ચાલુ રહ્યો હતો. જોકે, રીટેલ ફુગાવો સાડાપાંચ વર્ષની ઊંચાઈએ એટલે કે 7.35 ટકાને સ્પર્શ્યાથી અહેવાલે શૅરબજાર દ્વિધામાં જણાતું હતું. આજે સવારે બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનાએ 23 પોઈન્ટ દબાઈ 41835ની તો નિફટી બે પોઈન્ટ સુધરીને 12332ને સ્પર્શ્યો હતો. અન્ય શૅરોમાં વેદાંતા, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસીએસના શૅરો વધ્યા હતા તો અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બૅન્ક અને ઓએનજીસીના શૅર્સ દબાયા હતા. 

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer