ન્યૂ ઝીલૅન્ડ જનારી ભારતીય હોકી ટીમની સુકાની રાની રામપાલ

ન્યૂ ઝીલૅન્ડ જનારી ભારતીય હોકી ટીમની સુકાની રાની રામપાલ
નવી દિલ્હી, તા. 14 : 25 જાન્યુઆરીથી શરૂ થતાં ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસ માટે 20 સભ્યોની ભારતીય હોકી ટીમનું સુકાન સ્ટાર સ્ટ્રાઈકર રાની રામપાલ સંભાળશે. ગોલકિપર સવિતા ઉપસુકાની રહેશે.
ભારતીય ટીમ આ પ્રમાણે છે. રાની રામપાલ (કૅપ્ટન), સવિતા (વાઈસ કૅપ્ટન), રજીની એતીમારપુ, દીપગ્રેસ એકતા, ગુરજીત કૌર, રીના ખોબર, સલિમા ટેટે, સુશિલા ચાનુ, નિશા, નમિતા ટોપ્યો, ઉદિતા, મોનિકા, લિલિમા મિંજ, નેહા, સોનિકા, શર્મિલા દેવી, નવનીત કૌર, લાલ રેમ્સીઆમી, વંદના કટારિયા અને નવજોત કૌર.
ભારતીય મહિલા હોકી ટીમ ન્યૂ ઝીલૅન્ડમાં ન્યૂ ઝીલૅન્ડ ઉપરાંત ગ્રેટ બ્રિટન સામે પણ રમશે.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer