બે વર્ષના અંતરાલ બાદ વિજયી પુનરાગમન

બે વર્ષના અંતરાલ બાદ વિજયી પુનરાગમન
સાનિયા મિર્ઝા હોબાર્ટ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની ડબલ્સની કવાર્ટર ફાઈનલમાં
હોબાર્ટ, તા. 14 : ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હોબાર્ટ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં તેની યુક્રેનની પાર્ટનર નાદિયા કિચેનોક સાથે મહિલાઓની ડબલ્સની કવાર્ટર ફાઈનલમાં પ્રવેશીને ડબલ્યુટીએ સરકીટમાં વિજયી પુનરાગમન કર્યું હતું.
બે વર્ષ બાદ ટેનિસ કોર્ટમાં પાછી ફરેલી સાનિયા મિર્ઝા અને કિચેનોકે એક કલાક અને 41 મિનિટમાં જ્યોર્જિયાની ઓકસાના કાલાશનિકોવા અને જાપાનની મિયુ કાટોની જોડીને 2-6, 7-6, 10-3થી પરાજય આપ્યો હતો.
ભારત-યુક્રેનની આ જોડી હવે અમેરિકાની વાનિયાકિંગ અને ક્રિસ્ટિના મેકહેલની જોડી સામે ટકરાશે. 33 વર્ષની સાનિયા છેલ્લાં બે વર્ષથી ટેનિસથી દૂર રહી હતી અને તેણે એપ્રિલ, 2018માં પુત્ર ઇઝહાનને જન્મ આપ્યો હતો. તે પાકિસ્તનના ક્રિકેટર શોએબ મલિકને પરણી છે.
Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer