નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેની પાંખ કાપવાની હિલચાલ?

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહાવિકાસ આઘાડીના પ્રધાનોમાં નારાજગી દૂર થવાનું નામ જ લેતી નથી. ઉદ્ધવ ઠાકરે સરકારમાં શિવસેનાના સહુથી શક્તિશાળી નેતા એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચા છે. તેનું કારણ એ છે કે તેમના ખાતાનું વિભાજન કરીને નવું મંત્રાલય બનાવવાની હિલચાલ શરૂ થઈ છે. જોકે, શિંદેએ જણાવ્યું છે કે હું કોઈથી નારાજ નથી. કેટલાક લોકો ખોટી અફવા ફેલાવે છે.
શિંદેએ જણાવ્યું હતું કે હાલ હું નગરવિકાસ ખાતાના અધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યો છું. મારા ખાતાના બધા કામ સુવ્યવસ્થિતપણે ચાલુ છે. તેથી નારાજગીનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
એકનાથ શિંદેના નગરવિકાસ ખાતાને ત્રણ ખાતામાં વહેંચવાની હિલચાલની ટીકા કરતા ભાજપે જણાવ્યું છે કે શિંદેની પાંખ કાપવાના પ્રયત્નો શિવસેનામાં ચાલે છે. પહેલા તેઓ મુખ્ય પ્રધાન થવાની, પછી નાયબ મુખ્ય પ્રધાન થવાની અને ત્યાર પછી ગૃહપ્રધાન થવાની ચર્ચા હતી. પરંતુ તેમને નગરવિકાસ પ્રધાન બનાવવામાં આવ્યાં છે.

Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer