કેજરીવાલ વિશે કરેલા નિવેદન બદલ શશી થરૂરે માફી માગી

નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ) : હીજડાઓના વિશેષ અધિકારની જેમ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જવાબદારી વગર સત્તા ઇચ્છે છે એવા પોતાના નિવેદનની ભારે ટીકા થયા બાદ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે મંગળવારે ટ્વીટર પર માફી માગી લીધી હતી.
સોમવારની રાતે થરૂરે એવો આરોપ મૂક્યો હતો કે, સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એકટ અને એનઆરસીની એક તરફ તો કેજરીવાલ ટીકા કરી રહ્યા છે, પરંતુ તેમણે આ બાબતમાં કોઈ યોગ્ય પગલાં ભર્યાં નથી. આમ તેઓ બન્ને બાજુ પગ રાખી રહ્યા છે.
``રાજ્યમાં હિંસા પીડિતો તરફ એક મુખ્ય પ્રધાને બતાવવી જોઈએ એવી સંવેદના કેજરીવાલે બતાવી નથી. અન્ય કોઈ રાજ્યમાં જો આવું બન્યું હોત તો ત્યાંના મુખ્ય પ્રધાનોએ પીડિતોની મુલાકાત લીધી હોત અને ચિંતા વ્યક્ત કરી હોત એમ એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં થરૂરે જણાવ્યું હતું.
``કેજરીવાલને જવાબદારી વગર સત્તા જોઈએ છે અને આવું હીજડાઓ સદીઓથી કરતાં આવ્યા છે'' એમ થરૂરે જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર આ નિવેદનની ભારોભાર ટીકા થઈ હતી અને એલજીબીટી સમુદાયની માફી માગવાની માગણી કરવામાં આવી હતી.
શશિ થરૂરે ત્યાર બાદ ટ્વીટર પર માફી માગી હતી.
Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer