સોનાના દાગીનાનું હવે ફરજિયાત હોલમાર્કિંગ

સોનાના દાગીનાનું હવે ફરજિયાત હોલમાર્કિંગ
આજે નોટિફિકેશન જારી થશે
નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ): સોનાનાં ઘરેણાં ઉપર હોલમાર્કિંગને ફરજિયાત બનાવવામાં આવશે અને આવતીકાલે સરકાર આ વિશે એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરશે. ઝવેરીઓને આ આદેશનો અમલ કરવા માટે એક વર્ષનો સમય અપાશે, એમ કેન્દ્રના ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને મંગળવારે અહીં જણાવ્યું હતું.
14, 18 અને 22 કૅરેટના દાગીનાને જ માન્યતા અપાશે અને સોનાના દરેક ઘરેણાંને હોલમાર્કિંગનો સ્ટૅમ્પ ઝવેરીઓએ લેવો પડશે, એમ પાસવાને
જણાવ્યું હતું. દેશમાં અત્યારે 892 હોલમાર્ક લેબ છે. હોલમાર્કિંગના ધોરણોનું ઉલ્લંઘન થશે તો રૂા. એક લાખનો ઓછામાં ઓછો દંડ અથવા દાગીનાની કિંમતનો પાંચ ગણો ફાઇન થશે, તેમાં એક વર્ષની જેલની જોગવાઈનો પણ વિકલ્પ હોવાનું પાસવાને જણાવ્યું હતું.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer