યુનિવર્સિટીની થિયેટર આર્ટ ઍકેડેમીના સંચાલકને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા

યુનિવર્સિટીની થિયેટર આર્ટ ઍકેડેમીના સંચાલકને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા
મુંબઈ, તા.14 : મુંબઈ યુનિવર્સિટીની ઍકેડેમી અૉફ થિયેટર આર્ટ (એમટીએ)ના સંચાલક યોગેશ સોમણના કારભારથી કંટાળેલા ઍકેડેમીના વિદ્યાર્થીઓએ સોમણ વિરુદ્ધ સોમવારે સવારથી આંદોલન શરૂ કર્યું હતું. વિધાન પરિષદના સભ્ય કપિલ પાટીલે વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યા બાદ આંદોલનની તિવ્રતા વધી એને ધ્યાનમાં લઇને યુનિવર્સિટીએ સોમણને તત્કાળ રજા પર ઉતારી દીધા છે. મંગળવારે મધરાત પહેલા સાડા અગિયાર વાગ્યે કુલ સચીવ ડૉ. અજય દેશમુખે સોમણને રજાઓ પર મોકલી દીધાંનો લેખિત પત્ર પાટીલના હાથે વિદ્યાર્થીઓને પહોંચતો કર્યો હતો.
વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે સોમણ મનફાવે એમ આ ઍકેડેમીનો કારભાર કરી રહ્યા છે. ઍકેડેમીમાં પચીસ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો નિયમ હોવા છતાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને ડિપ્લોમાના અભ્યાસક્રમના શિક્ષણ પર તેનું વિપરીત પરિણામ આવ્યું છે. ઍકેડેમીમાં સંચાલક જેમાં માને છે એ ચોક્કસ વિચારધારા વિદ્યાર્થીઓ પર પરાણે ઠોકી બેસાડવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓને નાટયશાસ્ત્રનું યોગ્ય શિક્ષણ નથી મળી શકતું, એવા આક્ષેપો કરાયા છે.

Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer