કાશ્મીરમાં હિમપ્રપાતની ઘટનાઓમાં પાંચ જવાન શહીદ

કાશ્મીરમાં હિમપ્રપાતની ઘટનાઓમાં પાંચ જવાન શહીદ
ગાંદરબલમાં પાંચ નાગરિકોનાં મોત
શ્રીનગર, તા. 14 : ઉત્તર કાશ્મીરમાં રવિવારથી બરફનો વરસાદ પડી રહ્યો છે. તેના કારણે સોમવારે ઘણી જગ્યાએ હિમપ્રપાત થયો હતો. માછિલ સેકટરમાં નિયંત્રણ રેખાની નજીક આવેલી સેનાની ચોકીને પણ આ કારણે નુકસાન થયું હતું. આ દરમિયાન બરફમાં દબાઈ જવાથી ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે એક જવાન ગુમ છે.
બીજી તરફ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં હિમપ્રપાતના પગલે પાંચ લોકોનાં મોત થયાં હતાં. તેમાં એક પિતા અને બે પુત્ર સામેલ છે. આર્મી તરફથી તાજાં નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ પૈકી ચાર સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય બે સૈનિકોની શોધખોળ શરૂ છે. બે સૈનિકો અત્યારે રિસ્પોન્સ નથી આપી રહ્યા જેમને ખરાબ વાતાવરણના કારણે યોગ્ય રીતે સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. 
છેલ્લા 48 કલાકમાં બરફના ભારે વરસાદના કારણે ઉત્તર કાશ્મીરમાં ઘણી જગ્યાએ હિમપ્રપાતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તેમાં 3 સૈનિકો શહીદ થયા છે. જ્યારે એક સૈનિક હજી પણ ગુમ છે. સેનાનાં સૂત્રોના જણાવ્યા મુજબ હિમપ્રપાતમાં ફસાયેલા ઘણા જવાનોને બચાવવામાં પણ આવ્યા છે. 
દરમિયાન, મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગના ગગ્ગેનેર ક્ષેત્રની પાસે કુલાન ગામમાં હિમપ્રાતના કારણે પાંચ લોકોનાં મોત થયાં છે. જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. 
Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer