તમામ સરકારી સોદા માટે પેન કાર્ડ ફરજિયાત

મુંબઈ, તા. 15 : આગામી નાણાકીય વર્ષથી રાજ્ય સરકાર સાથેના તમામ નાણાકીય વ્યવહાર માટે દરેક સંસ્થાએ તેમના પેન કાર્ડની વિગતો જમા કરાવવાની રહેશે.
આ પ્રસ્તાવ સેલ્સ ટેક્સ કમિશનર રાજીવ જલોટાએ રજૂ કર્યો હતો. જેને નાણાપ્રધાન અજિત પવારે મંગળવારે સ્વીકાર્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આને કારણે ધંધાની જાણકારી મેળવવામાં સરળતા રહેશે અને સરકાર આવક ગુમાવતી નથી એની ખાતરી કરી શકશે.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer