સાવચેતીના માનસ વચ્ચે શૅરો ઘટયા

મુંબઈ, તા. 15 : શૅરબજારે આજે પ્રત્યાઘાતી ઘટાડાનો ઝોક દાખવ્યો હતો. આજે સવારે એશિયન બજારોના નરમાઈના અહેવાલની સ્થાનિકમાં વિશેષ અસર જણાઈ હતી. આમ તો આજે યુએસ-ચીન વચ્ચે `ટ્રેડ ડીલ' થઈ રહી છે તે પૂર્વે સાવચેતી સાથે કેટલાક ઇન્વેસ્ટરો નફો બાંધી રહેલા જણાયા છે. હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ઢીલો હતો. તો ક્રૂડતેલ પણ નરમાઈતરફી હતું. સ્થાનિકમાં આજે સવારે 10.02 વાગે  બેન્ચમાર્ક સેન્સેક્ષ 181 પોઈન્ટના ઝડપી ઘટાડાએ 41771ની, તો નિફ્ટી 58 પોઈન્ટના ઘટાડાએ 12304ની સપાટીએ ઊતરી ગયો હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા અગ્રણ્ય શૅરો ઘટયા હતા, તો સામે ટાઈટન, સનફાર્મા, નેસ્લે, લાર્સન અને ટેક મહિન્દ્રા શૅર્સ વધ્યા હતા.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer