ન્યૂ ઝીલૅન્ડ પ્રવાસની ટીમ પસંદગી મુલતવી

હાર્દિક પંડયાની ફિટનેસ પર અવઢવ
બેંગ્લુરુ, તા.19 : ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ફિટેનસ સ્પષ્ટ થયા પછી જ પસંદગી સમિતિ ન્યુઝીલેન્ડ પ્રવાસની ભારતીય ટેસ્ટ ટીમની પસંદગી થશે. આથી આજે રવિવારે મળનારી પસંદગી સમિતિની બેઠક ટાળી દેવામાં આવી છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે પસંદગી મામલે બહુ અવઢવ નથી, ફકત હાર્દિક પંડયાના ફિટનેસ રિપોર્ટની રાહ છે. એનસીએ તરફથી રિપોર્ટ મળી ગયા બાદ જો તે ફિટ હશે તો ટીમમાં સામેલ કરાશે. આથી પસંદગીકારો થોડા દિવસની રાહ જોવા માંગે છે.
રિપોર્ટ અનુસાર જો હાર્દિક અનફિટ જાહેર થશે તો પસંદગીકારો મુંબઇના સૂર્યકુમાર યાદવની આક્રમક બેટિંગને ધ્યાને લઇને તેને પસંદ કરી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં કેએલ રાહુલ વાપસીનો પ્રબળ દાવેદાર છે. તેણે હાલ ટી-20 અને વન ડે ક્રિકેટમાં શાનદાર દેખાવ કર્યોં છે. જ્યારે ટેસ્ટ સ્ટાર રહાણેને વન ડેમાં મોકો મળી શકે છે. નવદિપ સૈનીની પણ પહેલીવાર ટેસ્ટ ટીમમાં પંસદગી થઇ શકે છે.
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer