રણજી ટ્રૉફી : શેલ્ડનના અણનમ 143 રનથી

રણજી ટ્રૉફી : શેલ્ડનના અણનમ 143 રનથી
સૌરાષ્ટ્રના મધ્ય પ્રદેશ સામે 8/295
ઇન્દોર, તા.19 : અનુભવી મીડલ ઓર્ડર બેટ્સમેન શેલ્ડન જેક્શનના લડાયક અને અણનમ 143 રનની મદદથી રણજી ટ્રોફીના એલિટ બી ગ્રુપના આજથી અહીં શરૂ થયેલા મધ્યપ્રદેશ વિરુદ્ધના મેચમાં સૌરાષ્ટ્રે પહેલા દિવસની રમતના અંતે 8 વિકેટે 29પ રન કર્યા હતા. શેલ્ડનની સદી સિવાય ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પૂજારાએ 47 રનનું યોગદાન આપ્યું હતું. બાકીના સૌરાષ્ટ્રના ટોચના ક્રમના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. આઠમા ક્રમ પર આવેલા ચિરાગ જાનીએ 7 ચોક્કાથી 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે સાતમી વિકેટમાં શેલ્ડન સાથે મળીને 94 રનની મહત્ત્વની ભાગીદારી કરી હતી. હાર્વિક દેસાઇ 28, સ્નેલ પટેલ0, ડીએમ ચૌહાણ 14, અર્પિત વસાવડા 5, પ્રેરક માંકડ 4 અને ધર્મેન્દ્ર જાડેજા 11 રને આઉટ થયા હતા. શેલ્ડન જેક્શન 186 દડામાં 20 ચોક્કા અને 1 છક્કાથી શાનદાર 143 રને નોટઆઉટ રહ્યો હતો. મધ્યપ્રદેશ તરફથી ગૌરવ યાદવે 4 અને અવેશ ખાને 2 વિકેટ લીધી હતી.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer