એફઆઇએચ પ્રો હોકી લીગમાં ભારતનો નેધરલૅન્ડસ સામે 5-2થી વિજય

એફઆઇએચ પ્રો હોકી લીગમાં ભારતનો નેધરલૅન્ડસ સામે 5-2થી વિજય
ભુવનેશ્વર, તા.19: ભારતીય પુરુષ હોકી ટીમે વિશ્વની ત્રીજા નંબરની ટીમ નેધરલેન્ડસ સામેનો પહેલો મેચ 5-2 ગોલના મોટા અંતરથી જીત્યો છે. એફઆઇએચ પ્રો લીગમાં ભારતીય ટીમે જોરદાર જીત સાથે પદાર્પણ કર્યું છે. ભારત તરફથી ડ્રેગ ફિલ્કર રૂપિન્દર પાલ સિંધે 12મી અને 46મી મિનિટે પેનલ્ટી કોર્નરથી બે ગોલ કર્યાં હતા. જ્યારે ગુરજંત સિંઘે પહેલી મિનિટે, મંદિપસિંઘે 34મી અને લલિત ઉપાધ્યાયે 36મી મિનિટે ગોલ કર્યાં હતા. આ સામે નેધરલેન્ડસ તરફથી જિપ જેનસને 14મી અને જેરોએન હર્ટબર્ગરે 28મી મિનિટે ગોલ કર્યાં હતા.ભારતીય હોકી ટીમ ટોકિયો ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે એફઆઇએચ પ્રો લીગમાં પહેલીવાર રમી રહી છે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer