પાક, બાંગ્લાદેશ અને અફઘાનના 3924 લોકોને મળી નાગરિકતા નાણાપ્રધાન

ચૈન્નઈ, તા. 19 : સંશોધિત નાગરિકતા કાયદાને લઈને નાણામંત્રી નિર્મલા સીતારણે કહ્યું હતું કે સીએએ મારફતે સરકાર કોઈની નાગરીકતા છીનવી નથી રહી પણ નાગરિકતા આપી રહી છે. ચૈન્નઈના એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, સીએએ લોકોને વધુ સારૂ જીવન પ્રદાન કરવાનો એક પ્રયાસ છે. આ સાથે સીતારમણે અગાઉના વર્ષોમાં પાકિસ્તાન, બંગલાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લોકોને પ્રદાન કરવામાં આવેલી નાગરિકતાના આંકડા પણ રજૂ કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગયા 6 વર્ષમાં 2838 પાકિસ્તાની શરણાર્થી, 914 અફઘાની શરણાર્થી, 172 બંગલાદેશી શરણાર્થીને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 1964થી 2008 સુધી શ્રીલંકાથી આવેલા 400000થી વધારે તમિલોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 2014 સુધીમાં પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનના 566 મુસ્લિમોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. 

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer