મધ્યપ્રદેશમાં સીએએ સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા

ભાજપ નેતાને કલેક્ટરે મારી થપ્પડ
નવી દિલ્હી, તા. 19 : મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લામાં સીએએના સમર્થનમા ત્રિરંગા યાત્રા કરી રહેલા ભાજપના કાર્યકરો અને પ્રશાસન વચ્ચે ઘર્ષણ થયું હતું.
રાજગઢના કલેક્ટર નિધિ નિવેદિતાએ ધારા 144 લાગુ હોવાના કારણે ભાજપ કાર્યકરોનું પ્રદર્શન રોક્યું હતું પણ તેઓ માન્યા નહોતા.
આ દરમિયાન કલેક્ટર અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી અને કલેક્ટરે એક નેતાને થપ્પડ મારી હતી. 
આ દરમિયાન ઘર્ષણ વકર્યું હતું અને સ્થિતિ બગડતા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં બે કાર્યકર્તા ઘાયલ થયા હતા.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer