પલાયનના 30 વર્ષે પણ ન્યાયની લડાઈ લડતા કાશ્મીરી પંડિત

પલાયનના 30 વર્ષે પણ ન્યાયની લડાઈ લડતા કાશ્મીરી પંડિત
શ્રીનગર, તા.19: કાશ્મીર ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોનાં પલાયનના 30 વર્ષ પૂરાં થતાં જમ્મુમાં કાશ્મીરી પંડિતોએ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ વેદના ઠાલવી હતી કે તેઓ પોતાના જ દેશમાં શરણાર્થીની જેમ રહે છે પરંતુ કોઈને ચિંતા નથી. પ્રદર્શનકારીઓ બને તેટલી ઝડપથી કાશ્મીર પરત ફરવા માંગે છે. આ દિવસ કાશ્મીર અને કાશ્મીરી પંડિતો માટે કાળો દિવસ ગણવામાં આવે છે. તો બીજી તરફ સ્વરા ભાસ્કરે દિવસને જશ્ન એ શાહીનની તૈયારી કરતા ટીકા શરૂ થઈ છે. 
19 જાન્યુઆરીનો દિવસ કાશ્મીરી પંડિતો માટે દર્દ અને નિરાશાનું પ્રતિક બની ગયો છે. 1990મા જેહાદી ઈસ્લામિક તાકતોએ કાશ્મીરી પંડિતો ઉપર એવો આતંક મચાવ્યો હતો કે તેઓની પાસે ધર્મ બદલવા, મરવા કે પલાયન કરવાના ત્રણ જ વિકલ્પ બચ્યા હતા. ત્રીસ વર્ષ પહેલાં કાશ્મીરી પંડિતોના પલાયન બાદ ઘણી સરકારો બદલી, ઋતુ બદલી અને પેઢીઓ પણ બદલી. તેમ છતાં કાશ્મીરી પંડિતોની ઘર વાપસી અને ન્યાય માટેની લડાઈ હજી પણ ચાલી રહી છે. આ દરમિયાન સ્વરા ભાસ્કર સહિત અમુક લોકો કાશ્મીરના કાળા દિવસને જશ્ન એ શાહીન તરીકે ઉજવવાની તૈયારી કરી રહ્યા હતા. જેના માટે વિવેક અગ્નિહોત્રીએ સ્વરા ભાસ્કરની જાહેરમાં ટીકા પણ કરી હતી.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer