આજથી બજેટ પ્રિન્ટિંગ શરૂ થશે

નવી દિલ્હી, તા. 20 : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થાય તે પહેલાં 20 જાન્યુઆરીએ હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવશે. જેનું નાણાપ્રધાન દ્વારા સંચાલન કરવામાં આવશે. ઉત્તર બ્લોકમાં આયોજિત આ સમારોહમાં નાણાપ્રધાન સહિત નાણાં મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. 
આ સમારોહ સાથે લગભગ 100 કર્મચારીઓ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નોર્થ બ્લોકથી નીકળવાનું બંધ થઈ જશે. હલવા સેરેમનીને સત્તાવાર રીતે બજેટ પ્રિન્ટિંગની શરૂઆત માનવામાં આવે છે. બજેટ રજૂ થાય તે પહેલાં હલવા સેરેમની યોજવાની પરંપરા છે.  દર વર્ષે બજેટને અંતિમ સ્વરૂપ આપ્યાના થોડા દિવસ પહેલાં નોર્થ બ્લોકમાં નાણાં મંત્રાલયની ઓફિસમાં એક મોટી કડાઈમાં હલવો બનાવવામાં આવે છે. 

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer