પાકિસ્તાન જઈ રહ્યા છીએ, દુઆઓમાં યાદ રાખશો : બાંગ્લા ક્રિકેટરનું ટ્વીટ

પાકિસ્તાન જઈ રહ્યા છીએ, દુઆઓમાં યાદ રાખશો : બાંગ્લા ક્રિકેટરનું ટ્વીટ
નવી દિલ્હી, તા.23: તમામ ચર્ચા-પરિચર્ચા બાદ આખરે બંગલાદેશની ક્રિકેટ ટીમ પાકિસ્તાન પહોંચી છે. પાકિસ્તાન સરકારે બંગલા ક્રિકેટરો માટે લોખંડી સુરક્ષાની ખાતરી આપી છે. પાક. ધરતી પર બંગલાદેશની ટીમ 3 ટી-20, એક વન ડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી એકસાથે ન રમવાનો નિર્ણય લઇને ટૂકડામાં રમશે. રોચક વાત એ છે કે બંગલાદેશી ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાન પાકિસ્તાન રવાના થતાંની ઠીક પહેલા ટિવટ કર્યું છે કે `પાકિસ્તાન જઇ રહ્યો છું, અમને દુઆઓમાં યાદ રાખશો' તેણે સાથે એક તસવીર પર પોસ્ટ કરી છે. જેમાં સાથી ખેલાડીઓ છે. મુસ્તાફિઝુરનું આ ટિવટ ચર્ચાસ્પદ બન્યું છે. કેટલાક ચાહકોએ કહયું છે કે પાકિસ્તાન જવું વન-વે ટિકિટ છે. જયાં સુરક્ષાનો ભરોસો આપી શકાય નહીં. આપ લોકો બહાદુર છો.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer