644 ઉગ્રવાદીનું આત્મસમર્પણ

644 ઉગ્રવાદીનું આત્મસમર્પણ
ગૌહાતી, તા. 23 : ઉગ્રવાદનો અધમ વેઠી રહેલા આસામમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યમાં આઠ પ્રતિબંધિત સંગઠનોના 644 ઉગ્રવાદીએ 177 હથિયાર સાથે ગુરુવારે આત્મસમર્પણ કર્યું હતું.
ઉલ્ફા (આઈ), એનડીએફબી, આરએનએલએફ, કેએલઓ, સીપીઆઈ (માઓવાદી), એનએસએલએ, એડીએફ 
તેમજ એનએલએફબીના સભ્ય ઉગ્રવાદીઓએ એક સમારોહમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવલની હાજરીમાં સમર્પણ કર્યું હતું.
પોલીસ મહાનિર્દેશક જ્યોતિ મંહતાએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્ય અને આસામ પોલીસ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer