હું રંગ બદલીને સરકારમાં જનારો નેતા નથી

હું રંગ બદલીને સરકારમાં જનારો નેતા નથી
મનસેના અધિવેશનમાં રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના જણાવ્યું છે કે હું રંગ બદલીને સરકારમાં જનારો નેતા નથી. ભારતમાં રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા માટે હું કેન્દ્ર સરકારને ટેકો આપવા તૈયાર છું. તેના માટે હું કેન્દ્રના ગૃહપ્રધાનને મળીશ. હું મરાઠી છું અને હિન્દુ પણ છું. મેં ધર્માંતર કર્યું નથી. મારા મરાઠીઓને નખ પણ અડાડશો તો હું તમારા ઉપર ધસી આવીશ. ધર્મને હાથ લગાડવાનો પ્રયત્ન કરશો તો હિન્દુ તરીકે તમારા ઉપર ધસી આવીશ.
ભારતમાં રહેતા બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નાગરિકોને હાંકી કાઢવાની માગણી સાથે આવતી નવમી ફેબ્રુઆરીએ મોરચો કાઢવાની જાહેરાત રાજ ઠાકરેએ કરી છે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer