પૃથ્વી શૉ સાથે કોઈ પ્રતિસ્પર્ધા નથી : ગિલ

પૃથ્વી શૉ સાથે કોઈ પ્રતિસ્પર્ધા નથી : ગિલ
હેમિલ્ટન, તા. 13 : ભારતના યુવા ખેલાડી શુભમન ગિલે ગુરુવારે ભાર આપતા કહ્યું હતું કે ન્યૂઝિલેન્ડ સામે પહેલા ટેસ્ટ મેચમાં ઓપનિંગ બેટ્સમેનની જગ્યા માટે પૃથ્વી શૉ સાથે કોઈ પ્રતિસ્પર્ધા નથી પણ તક મળશે તો તેને બરબાદ કરશે નહીં. ન્યૂઝિલેન્ડ એ સામે બેવડી સદી ફટકારનારા ગિલે પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. જો કે વેલિંગ્ટનમાં રમાનારા ટેસ્ટ મેચ માટે પૃથ્વી સોની દાવેદારી પણ મજબૂત છે. ગિલ અને સો બન્ને 20 વર્ષના છે અને બન્નેને ભવિષ્યના સ્ટાર ખેલાડી માનવામાં આવે છે. ન્યૂઝિલેન્ડ ઇલેવન સામે શરૂ થઈ રહેલા અભ્યાસ મેચ અગાઉ ગિલે કહ્યું હતું કે બન્નેએ સારું પ્રદર્શન કર્યું છે અવે ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે કે કોને તક આપવી છે. જો કે તક મળશે તો તેનો ભરપૂર ફાયદો ઉઠાવશે તેમ પણ ગિલે ઉમેર્યું હતું.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer