માઈકલ ક્લાર્કે લીધા છૂટાછેડા

માઈકલ ક્લાર્કે લીધા છૂટાછેડા
પત્નીને ચૂકવશે રૂા. 285 કરોડ
નવી દિલ્હી, તા. 13 : ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક અને પત્ની કાઈલીએ લગ્નના 7 વર્ષ બાદ છુટાછેડા લેવાની ઘોષણા કરી છે. બન્નેના લગ્ન 2012માં થયા હતા અને તેમને એક ચાર વર્ષની પુત્રી પણ છે. જેનું નામ કેલસી લી છે. બુધવારે ધ ઓસ્ટ્રેલિયનમાં કાઈલી અને માઈકલ ક્લાર્કના નિવેદન જારી થયા હતા. જેમાં કહ્યું હતું કે બન્નેએ સૌહાર્દથી અલગ થવાનો નિર્ણય કર્યો છે અને તેઓ સાથે મળીને પુત્રીનો ઉછેર કરશે. આગળ કહેવામાં આવ્યું હતું કે, એકબીજા પ્રત્યે તેઓને સન્માન છે અને સહમતિથી અલગ થવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રમાણે ડિવોર્સ 40 મિલિયન ડોલર એટલે કે 285 કરોડ રૂપિયામાં થયા છે. વધુમાં એમ પણ કહેવામાં આવે છે કે ક્લાર્ક પાંચ મહિના અગાઉ જ અન્ય મકાનમાં રહેવા લાગ્યો હતો અને ત્યારથી ક્લાર્ક અને કાઈલી વચ્ચે દુરી હતી.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer