ધોની ભારતનો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કૅપ્ટન : રૈના

ધોની ભારતનો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કૅપ્ટન : રૈના
નવી દિલ્હી, તા. 13 : અનુભવી બેટ્સમેન સુરેશ રૈનાના માનવા પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સર્વકાલિન સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે. રૈના અને ધોની આઈપીએલમાં એક જ ફ્રેન્ચાઇઝી ચૈન્નઈ સુપરકિંગ્સ માટે રમે છે. ધોની ટીમનો કેપ્ટન છે. રૈનાના કહેવા પ્રમાણે ભારતીય ટીમ પાસે સર્વશ્રેષ્ઠ કેપ્ટન હતો. જેણે ભારતીય ટીમમાં નોંધપાત્ર બદલાવ લાવ્યો છે. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યો છે પણ ધોનીના સીમિત ઓવરમાં ભવિષ્યને લઈને અટકળો હજી પણ ચાલી રહી છે. બે વખત વિશ્વ ખિતાબ જીતનારી ભારતની ટીમના કેપ્ટન રહેલો ધોની ઇંગ્લેન્ડમાં 2019ના વિશ્વકપ બાદ બ્રેક ઉપર છે. ધોની 23 માર્ચથી શરૂ થઈ રહેલા આઈપીએલમાં વાપસી કરે તેવી આશા છે. જેમાં સીએસકેનાં નેતૃત્વની જવાબદારી સંભાળશે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer