ચીનમાં કોરોનાના નવા કેસ ઉમેરાતાં સોનું ઊંચકાયું

ચીનમાં કોરોનાના નવા કેસ ઉમેરાતાં સોનું ઊંચકાયું
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 13 : ચીનમાં કોરોના વાઇરસની ઇફેક્ટ હળવી થઇ રહ્યાના ફેલાયેલા સમાચારો પોકળ ઠર્યા છે. ગુરુવારે નવા કેસમાં મોટો વધારો થયો હોવાની ખબરો ફેલાતા ઇક્વિટી માર્કેટમાં વેચવાલી હતી અને સોનામાં નવી લેવાલી ખૂલતા ભાવ ફરીથી 1578 ડૉલરનું સ્તર જોવાયું હતું.
ચીનના હૂબેઇ પ્રાંતમાં કોરોનાના કેસ વધુ પ્રમાણમાં નોંધાયા છે એ કારણે સોનામાં ફરીથી સલામત રોકાણ માટેની માગમાં વધારો થયો છે. આ પ્રાંતમાં કેસ ઝડપથી વધ્યા છે અને મોત પણ નોંધપાત્ર થયા છે એ કારણે ઇક્વિટી ફરી તૂટી છે. 
દરમિયાન રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 150 વધીને રૂા. 41,300 અને મુંબઈમાં રૂા. 183 વધીને રૂા. 40,766 હતો. ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 14.64 ડૉલર હતો. સ્થાનિક ચાંદી એક કિલોએ રૂા. 200 ઊછળીને રૂા. 46,400 અને મુંબઈમાં રૂા. 215 વધીને રૂા. 45,890 હતી.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer